criminl Dev - 7 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 7

ભાગ-૭

આ બાજુ નયન,મનન અને માયા એવું વિચારે છે કે, ધારાસભ્ય અંકલ ભલે જે કહે પણ હવે શક્ય તેટલું જલ્દી દેવ ને કાયમ માટે કોમા માં મોકલી દેવો જોઈએ. જેથી કાયમ માટે આ પ્રકરણ નો અંતઃ આવે, હોસ્પિટલ માં મનન નો એક મિત્ર ડોક્ટર તરીકે કાર્યરત હોય છે, તેને તેઓ ફોન કરે છે, પણ જમાના ના ખાધેલ ભાનુપ્રતાપ ને ખ્યાલ આવી જાય છે કે દેવ ને મુંબઈ માં રાખવામાં જોખમ છે. તે એક ફેંસલો લે છે .દેવ ને મુંબઈ માં રાખવો જોખમી છે, કારણકે તેની છઠી ઇન્દ્રિય કહે છે કે દેવ ને માથે કોઈ સંકટ ઝઝૂમી રહ્યું છે. તેને આશ્ચર્ય થાય છે કે દેવ જેવો સીધો સાદો માણસ આવી કેવી રીતે ફસાણો !, તે વિચારે છે કે જર, જમીન ને જોરૂ આ ૩ કજિયા ના છોરું. જર અને જમીન દેવ ના કેસ માં લાગુ પડે એમ નથી, તેથી નક્કી કોઈ છોકરી નો મામલો હોવો જોઈએ. તે દેવ ના ક્લાસ ના વિધાર્થીઓની કરમ કુંડળી શોધવાનું નક્કી કરે છે, અને તે દેવ ને હોસ્પટલ માં થી ખસેડી પૂના, પોતાના ખાસ મિત્ર ની હોસ્પિટલ માં શિફ્ટ કરે છે.

ભાનુપ્રતાપ પટના થી પોતાના સેક્રેટરી, અને પોતાના અમુક ભણેલા માણસો જે તેના વ્યાપાર નું એકાઉન્ટ સંભાળતા હોય છે, તેમને બોલાવે છે, અને તેમને કામ સોંપે છે કે દેવ ના સંમ્પર્ક માં ક્લાસ માં જેટલા આવેલા હોય , તેમના મોબાઈલ ની કોલ ડિટેઇલ કઢાવે, દેવ ને કોલેજ માં મિતાલી સિવાય બીજા કેટલા લોકો સાથે કેવા સંબંધ છે,તેની તપાસ કરે.

************************************************************************************

આ બાજુ મરાઠે ને એવું લાગે છે કે બિહાર નો મંત્રી સાલો મુંબઈ પોલીસ ની કિંમત કરી ગયો, એટલે તે કોલેજ ના વિસ્તાર ના પોતાના ખબરીઓને કામે લગાડે છે.તેમાં એક ખબરી દ્વારા એવી માહિતી મળે છે કે બનાવ વાળા દિવસ ની સાંજે જુહુ નો લોકલ ગુંડો હામિદ તેના અમુક સાથીદારો સાથે કોલેજ માં પ્રવેશતો જોવા મળ્યો હતો. મરાઠે તરત જુહુ પોલીસ સ્ટેશન પર હામિદ ને બોલાવી રિમાન્ડ પર લે છે.

મરાઠે આગળ હામિદ તરત ભાંગી પડે છે અને બકી દે છે કે જે યુવાન ને તેમણે માર્યો, તેને હામિદ ઓળખતો સુદ્ધા નથી, પણ એ જ કોલેજ માં ભણતા ૨ વિધાર્થીઓ મનન અને નયને તેમને અમુક રૂપિયા આપ્યા હતા, હાડકા ભાંગવા માટે. મરાઠે તરત જ મનન અને નયન ની શોધ આરંભે છે.

બરાબર એ જ સમયે ભાનુપ્રતાપ ના માણસો પણ એવી માહિતી લાવે છે કે બનાવ ના અમુક કલાકો પહેલા માયા ના ફોન ઉપરથી દેવ ના મોબાઈલ પર ફોન થયો છે. બીજે દિવસે મરાઠે અને ભાનુપ્રતાપ કોલેજ પર ભેગા થાય છે. મરાઠે નું ટાર્ગેટ મનન,નયન અને ભાનુપ્રતાપ નું ટાર્ગેટ માયા છે. મરાઠે ફરી એક વખત ભાનુપ્રતાપ ને સમજાવે છે કે તે દેવ ના ગુનેગારો ને પકડી જેલ માં નાખશે, અને યોગ્ય સજા કરાવશે. તે ફરી ભાનુપ્રતાપ ને સમજાવે છે કે તે આ મામલા થી દૂર રહે, નહીંતર મઁત્રી તરીકે તેની આબરૂ જોખમાય તેવી પુરી સંભાવના છે. ભાનુપ્રતાપ મન મારીને રહી જાય છે. પણ તે મરાઠે ને માહિતી આપે છે કે ઘટના પહેલા દેવ ના મોબાઈલ ઉપર જે છેલ્લો કોલ આવેલો તે માયા નો હતો. મરાઠે મનન,નયન અને માયા ને પકડી પોલીસવાન માં બેસારે છે, અને પોલીસચોકીએ જવા નીકળે છે, ત્યારે જ ભાનુપ્રતાપ ના મોબાઈલ પર ફોન આવે છે કે દેવ ભાન માં આવી રહ્યો છે, તેથી તે તત્કાળ પુના જવા નીકળે છે.

*************************************************************************************

મરાઠે જેવો એ ત્રણે ને લઇ ને પોલીસચોકી એ પહોંચે છે, ત્યાં તરત જ તેના પર મહારાષ્ર્ટ ના ગૃહમંત્રી નો ફોન આવે છે. માયા ના પપ્પા ધારાસભ્ય હોવાથી તેણે ગૃહમંત્રી ને વિનંતી કરી હોય છે કે તેઓ મનન,નયન અને માયા ને છોડાવે . મરાઠે ને આશ્ચર્ય થાય છે કે માયા પોતે ધારાસભ્ય ની દીકરી છે, અને મનન અને નયન ખુબ પાવરફુલ પિતા ના સંતાનો છે, છતાં તેમને છોડતા પહેલા મરાઠે તેમને પૂછે છે કે દેવ ની આવી હાલત તેઓએ શું કામ કરી?

નયન રોકડો જવાબ દે છે કે એ બિહારી ભૈયો મિતાલી માં રસ લેતો હતો, જે તેની ગર્લફ્રેન્ડ છે. ત્રણે જણ પોલિસચોકી ની બહાર આવ્યા પછી એ ચર્ચા કરે છે કે , ભાનુપ્રતાપ થી કઈ રીતે બચવું, અને દેવ નું શું કરવું?, નયન નો ડોક્ટર મિત્ર તેને એ માહિતી આપે છે કે, દેવ ને સરકારી હોસ્પિટલ માં થી શિફ્ટ કરવામાં આવેલ છે, પણ એ ક્યાં લઇ જવાણો છે? તેની નથી ખબર.

મનન,નયન અને માયા વિચારે છે કે અત્યારે મોટો પ્રોબ્લેમ ભાનુપ્રતાપ છે, કારણકે તેને ખબર પડી ગઈ છે કે દેવ ની આ હાલત કોણે કરી? કોલેજ ના વિધાર્થીઓજ જવાબદાર છે. તે ધારાસભ્ય ની સલાહ લે છે, ધારાસભ્ય તેમને સલાહ આપે છે કે તેઓ થોડા દિવસ ભૂગર્ભ માં જતા રહે, તે પોતે મનન અને નયન ના પપ્પા સાથે મળીને ભાનુપ્રતાપ અને દેવ સાથે વાત કરશે અને આ મુદ્દા નો ઉકેલ લાવશે.

*************************************************************************************

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, આ નવલકથા માં આગળ કેવા વળાંકો હોવા જોઈએ, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર જણાવશો તો હું ચોક્કસ આપના સૂચનો અનુસાર આ નવલકથા ને વળાંકો આપવા પ્રયત્ન કરીશ.