સમય સાથે પ્રેમ ના બદલો

છોકરો છોકરીને મળે છે, બંને પ્રેમમાં પડે છે. પણ સમય માણસને બદલી નાખે છે એટલે પ્રેમ તૂટી જાય છે.

સાંભળવામાં અજીબ લાગે છે ને? આ છે આજની love story. મોડર્ન રીલેશનશીપમાં હમેશાં આપણે સંબંધોમાં બંધાય તો જઈએ છીએ પણ સમય સાથે આપણે એ નથી રહેતા જે સંબંધોની શરૂઆતમાં હતા.

આમાં કોઈનો વાંક પણ નથી કારણ કે જેમ જેમ સમય બદલાય છે એમ આપણે પણ બદલાઇએ છીએ. આપણાં અનુભવ, આપણાં જીવનની શીખ બનતા જાય છે. આપણી પસંદગીઓ બદલાય છે, જે પહેલા પસંદ ના હતું એ હવે પસંદ આવવા લાગે છે. તો શું તમારી વ્યક્તિગત પસંદ તમારા સંબંધને વ્યાખ્યાયિત કરી શકે છે?

જરૂરી એ છે કે આપણે એકબીજા સાથે વાત કરતાં રહીએ, કારણ કે જો તમે બદલ્યા છો તો હું પણ બદલાયો જ છું ને. આ બદલાવને સમજવો જરૂરી છે. આપણાં અહેસાસોને વ્યક્ત કરવા જરૂરી છે કારણ કે પ્રેમમાં ચુપ્પી એ પણ એક વિનાશકારી ભાષા છે.

જો બન્ને સમજી ગયા તો સમય વીતી જશે બાકી સમય રોકાઈ જશે અને આપણેમાંથી “હું” અને “તું” આગળ નીકળી જશે.

તમારી દરેક વાત સાથે જરૂરી નથી કે એ વ્યક્તિ સહેમત થાય, તમને એની નવી આદતો પસંદ ના આવે પણ જો એ તમારી વાતો ને સમજી રહી છે, સમય આપી રહી છે અને તમે એને સહકાર આપી રહ્યા છો તો ભલે સમય માણસ ને બદલી નાખે પણ એજ સમય સંબંધને મજબૂત પણ કરી શકે છે.

Gujarati Motivational by Mahesh Vegad : 111877209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now