એપ્રિલ 19, 2019 ના ઓમાન માં જબાલ અખ્ધર ની લીધેલી મુલાકાતની યાદગીરી. આના વર્ણન નો પ્રવાસ લેખ નવનીત સમર્પણ માં છપાયેલો. સાવ રણ વચ્ચે પથરાળ પહાડીઓ માંથી ઊંચા, વળાંકદાર રસ્તેથી જવાનું. નીચે ખૂબ ગરમી હોય, અહીં તો 8 કે 5 ડિગ્રી. ત્યાં ગુલાબની ખેતી અને ગુલાબના એક માંથી અત્તર બનાવવાનો ઉદ્યોગ ચાલે છે. અખરોટ અને જરદાલુ ની ખેતી જોઈ. એક ખીણ ને સમાંતર રસ્તાનું નામ જ બાલ્કની વ્યુ. તમે ચાલો ને નીચે અફાટ ઊંડી ખીણ, એમાં પથરા જ પથરા દેખાય. કોઈ વિશાળ કૂવો, આપણા કૂવા ને દસ હજારથી ગુણો એટલાં ક્ષેત્રફળ નો હોય એવું . સાચે વાદળ થી વાતુ કરી. એ પણ પુત્રની રોજ મસ્કત માં ઓફિસ લઈ જતો તે ટોયોટા કેમરી કાર માં! આવું સીધું ચડાણ કાર ચડી શકે એ પણ પાંચ જણ સાથે એ જ નવું લાગે. ત્યાં પણ એક છત્રીમાં વનભોજન કર્યું જ્યાં પહાડી બકરીઓ પાછળથી ખાવા આવી ગઈ હતી. સફરજન વગેરે છીણવાની ગંધ થી.
જુઓ ફોટા.

https://photos.app.goo.gl/6toKPzbUnePcS1ZA6

Gujarati Whatsapp-Status by SUNIL ANJARIA : 111870906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now