સિંહે સ્ટેન્ટ મુકાવ્યો છે દિલમાં,
એટલે એ ગુસ્સામાં ગરજતો નથી!

ને વાઘ વેગન થઈ ગયો છે,
એટલે એ હવે શિકાર કરવા ફરકતો નથી!

ભમરાને ભારે ડાયાબિટીસ નીકળ્યો,
એમાં ફુલો થઈ ગયા છે નિરાશ!

ગધેડા ને જ્ઞાન નુ ગુમડુ થયું,
એને જ્ઞાની હોવાનો થયા કરે છે આભાસ!

કોયલ કુશલ કંઠીલ લે તો છે,
છતાંય કંઠનો દુખાવો છે એમ નો એમ!

ઘુવડે ઘણી દવા કરાવી પણ,
એને ઉંઘ નથી આવતી ખબર નહીં કેમ !

સાપને સારણગાંઠ નીકળી છે,
તોય બોલો એ ઉંદર પકડવા જાય!

વિદેશના વાંદરાઓ એમના બચ્ચાઓને,
ફક્ત મિનરલ વોટર જ પાય!

શિયાળ સાંભળવાનું મશીન પહેરે,
પણ એને કોઇની ચીસ ના સંભળાય!

ઊંટે આંખનો મોતીયો ઉતરાવ્યો,
પણ એને હજી મૃગજળ જ દેખાય !

માણસ ના મગજ માં એવો વહેમ,
કે એની સુવાસ આખી દુનિયામાં ફેલાય!

એ વસ્ત્રો ઉપર અત્તર છાંટીને નીકળે,
પરંતુ એમના વિચારો કેટલા ગંધાય!!
🌹🙏

Gujarati Quotes by shah : 111865887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now