શીર્ષક - "ક્યાં ઘણું માંગુ છું?"

ક્યાં ઘણું માંગુ છું? મને તમારી થોડી મહોબ્બત આપો;
સઝદામાં તમારી નમે શીશ, મને એવી ઇબાદત આપો;

આમ જુઓ તો સાત સમંદર પાર કરવા કંઇ અઘરા નથી,
આંખોના માધ્યમથી દિલમાં વસાવાની થોડી સવલત આપો;

પ્રતીક્ષામાં વિતાવ્યું છે ને વિતાવી દઈશ આગળનું જીવન,
પણ, નહીં આવો તમે હવે, એવા એક પણ ન વાવડ આપો;

ઊતારું છું હું કાગળ ઉપર, હૃદયના ભાવ ગઝલના રૂપમાં!
આજીજી બસ એટલી ખુદાને, એમાં લય ને શેરિયત આપો;

પોઢી જઈશ ઓઢીને, ફક્ત એક નિલ-વર્ણી ચાદર "વ્યોમ" વિનંતિ છે બસ એટલી પાથરવા જમીન ન બરછટ આપો;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111865192

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now