આ ગમો ને અણગમો તો ક્યાં સુધી રહેશે કહો?
જિંદગીમાં દબદબો તો ક્યાં સુધી રહેશે કહો?

જો સિકંદર પણ ગયો છે ખાલી હાથે જગ જીતી,
માન મોભો મરતબો તો ક્યાં સુધી રહેશે કહો?

આપનો રેકોર્ડ કોઈ તોડશે, રહેશે નહિ,
આ નવાઈ અચરજો તો ક્યાં સુધી રહેશે કહો?

સત્યને જાણ્યા પછી, પુરવાર શું કરવું રહ્યું?
સાવ જૂઠી હરકતો તો ક્યાં સુધી રહેશે કહો?

કેટલીયે વાર એનો ત્યાગ પણ કરવો પડે,
જિંદગીભર સવલતો તો ક્યાં સુધી રહેશે કહો?

ઊંઘ ના આવે તો સ્વપ્નો પણ નહિ આવી શકે,
રાતભરની કરવટો તો ક્યાં સુધી રહેશે કહો?

"દીપ"ની જ્યોતિ અખંડિત રહી શકે છે આમ તો,
પણ, તમસની કોશિશો તો ક્યાં સુધી રહેશે કહો?

#દીપ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111862238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now