#ગઝલ

વિચારો આપના હલચલ થતા ગભરાય છે ભેગા
રવાના એક ને કરતા બધા થઈ જાય છે ભેગા

કપાઈ જ્યારે જ્યારે વીજળી ઘરની તો આવ્યાં'તાં
શરમ ને ડર વળી ક્યાં રોજ તો દેખાય છે ભેગાં !

હવામાં સાથ ઉડનારાં કદી ફંટાઈ પણ જાતાં
ન આસાનીથી છૂટે જે કદી કચડાય છે ભેગાં

નથી તું પણ ગલીમાં, હું ય આજે ક્યાંક રઝળું છું
છતાં પણ નામ તો ત્યાં આપણાં બોલાય છે ભેગાં

જુએ ઉપર રહીને તું અને નીચે રહીને હું
ભલે ભેગાં નથી પણ આ જગત જોવાય છે ભેગાં

તમારી હાજરી પણ જીવ લાવે કોઈ આંખોમાં
ન વરસે સૌ ભલે પણ વાદળો ઘેરાય છે ભેગાં

જવાના પોતપોતાના ઘરે એ પારકાં માફક
યુગલ જે મંચ ઉપર પ્રેમગીતો ગાય છે ભેગાં

દરદ વરસો પુરાણું એ જ આશ્વાસન ઉપર જીવે
અજાણ્યા લોક ચીસો સાંભળીને થાય છે ભેગાં

#ભાવેશ_ભટ્ટ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111862237
ADRIL 1 year ago

👌👌 સખત છે 🙏👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now