લટકણીયા લગાવાનું બંધ કરો તો સારું કેવાય,
સ્નેહ સરિતાની ગંગા રાખો તો સારુ કેવાય.

મોજે દરિયાથી જિંદગી જીવી લેવાની,યારો,
સુખ દુઃખનાં સાથીદાર બનો તો સારુ કેવાય.

નઝારો નિરખવાનો ભિન્ન હોય મારો તારો,
મનમાં શુદ્ધ દ્રષ્ટિ કોણ રાખો તો સારુ કેવાય.

પ્રેમ મહોબતથી ત્રિલોક જીતી શકાય છે, યારો,
મુકદરમાં સિકંદરનો ભાવ રાખો તો સારુ કેવાય.

હું મારી લીટી લાંબી કરવામાંજ માનું છું, યારો,
અઝીઝની લીટી ટૂંકી કરવાનું બંધ કરો તો સારુ કેવાય.

#ભાટી_એન_અઝીઝ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111862235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now