હમણાં થોડાં દિ ખમજો એક્ઝામ ટાઇમ છે!
થોડો થોડો સાથ દેજો એક્ઝામ ટાઇમ છે!

તમારા દરેક કામ કરશું, અમે ક્યાં નાં પાડી!
બસ થોડાં દિ ધીરજ ધરજો એક્ઝામ ટાઇમ છે!

કોઈ દિ વિસામો નથી ખાધો અને ખાશું પણ નહીં!
થોડાં ચાલ્યાં થોડાં ચાલવા દેજો એક્ઝામ ટાઇમ છે!

કાયમ કંઈ રાત ઉજાગરા થોડાં પોસાય;
થોડાં જાગ્યા, થોડાં જાગવા દેજો એક્ઝામ ટાઇમ છે!

કલમ માંડી છે તો કંઇક લખશું પણ ખરુંને?
બસ અધૂરું છે એ પૂરું કરવાં દેજો એક્ઝામ ટાઇમ છે!



સાવ સાદી રચના...

#રાજશી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111862231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now