અમદાવાદ છે નામ મારું
ધમધમતા રહેવું કામ મારું
મીલો જોઈ ભૂંગળા જોયા
કામ આપવું કામ છે મારું
અમદાવાદ છે નામ મારું

છે ચટાકા જીબના અહીં
ખવડાવીને તને મસ્ત રાખું
ચાની કીટલી છે ખૂણે ખૂણે
વાત વાતમાં હું ધંધો આપું
અમદાવાદ છે નામ મારું.

છેક આવે દૂર દૂરથી અહીં
ભુજીયા ખાવા દોસ્ત આપું
રાજસ્થાન મળે ને મળે યુપી
જોવું હોય અહીં ભારત આપું
અમદાવાદ છે નામ મારું.

છે લોકોને દોડાદોડી દર રસ્તે
હમણાજ સિગ્નલ તોડી નાંખું
બસો એસ્ટી બીઆરટીએસ બધું
છતાં એસયુવી માં એકલતા આપું
અમદાવાદ છે નામ મારું.

નથી કર્ણાવતી નથી આશાવલ
હું કોણ શું કહે તને ઓળખ આપું
સુખથી જીવતા પરિવાર છે અહીં
હું નહીં કદી માણસમાં ભેદ રાખું
અમદાવાદ છે નામ મારું.

- મહેન્દ્ર શર્મા ૨૬.૦૨.૨૦૨૩

Gujarati Shayri by Mahendra Sharma : 111861857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now