આગામી સમયમાં આવનારી
"ઘોરણ 10th અને 12th કોમર્સ "
પરીક્ષાઓની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો માટે એક કાવ્ય લખ્યું છે...
આપ સૌ માટે શેર કરું છું.

અથાગ પરિશ્રમ કર્યા વિના મંજિલ નથી મળતી
એટલે નાસીપાસ થયા વિના કર્મ કરતા રહેવું જોઈએ.

એકવાર તું લક્ષ્ય તો નિર્ધારિત કર ,
પર્વત પણ તારો રસ્તો કંડારી દેશે.

થોડી થાક્યા વગર તું મુસાફરી તો કર ,
ગૂઢ ગુફાઓ પણ ઉકેલાઈ જશે.

થોડા હિંમતના તું વહાણ તો હંકાર ,
તોફાનો પણ તને માર્ગ આપશે.

દુઃખના અંધકારમાંથી બહાર તો નીકળ ,
સુખ પણ દીવા જેવું ઝળહળી ઉઠશે.

થોડાં ડગલાં તું કાંટા પર તો ચાલ ,
ફૂલો પણ તારું સ્વાગત કરશે.

થોડો ભરોષો તું ખુદ પર તો કર ,
ક્યાંક ખુદા પણ તને મળી રહેશે.

Gujarati Blog by Mahesh Vegad : 111861808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now