Gujarati Poem videos by Anil Patel_Bunny Watch Free

Published On : 09-Feb-2023 11:16am

136 views

માંગ્યા વગર જે મળવી જોઈએ એ છે મદદ,
માંગ્યા વગર જે મળે છે એ છે સલાહ...

માંગ્યા વગર જે મળવું જોઈએ એ છે પ્રેમ,
માંગ્યા વગર જે મળે છે એ છે ઈર્ષા...

માંગ્યા વગર જે મળવું જોઈએ એ છે સન્માન,
માંગ્યા વગર જે મળે છે એ છે અવગણના...

માંગ્યા વગર જે મળવી જોઈએ એ છે વફાદારી,
માંગ્યા વગર જે મળે છે એ છે ચાપલુસી...

માંગ્યા વગર જે મળવી જોઈએ એ છે મિત્રતા,
માંગ્યા વગર જે મળે છે એ છે કપટ...

0 Comments

Related Videos

Show More