જીવન રૂપી આ કથાનો હું નાયક છું,
મુશ્કેલીઓથી મને ભાગતા ન શિખવો.

પવનોની સામે જેમ પર્વત અડંગ હોય,
વ્યક્તિત્વ મારુ તેવું જ મજબૂત બનાવો.

જો હોય રણભૂમિ આ જીવન,
તો કાયર કરતા મને યોદ્ધા બનાવો.

આ અનંત સંગ્રામમાં મને મરવા દો,
પરંતુ મને કોઈ પાછળ હટવાનું ન કહો.

વધુ શક્તિશાળી કોન છે તે આજ જોઈએ,
મુસીબતો અને મારુ આ સંગ્રામ જુઓ.

જો થવાનું જ છે આ ધીંગાણું,
તો શા માટે મને આટલો ડરવો ?

ભાગે તે તો કાયરોનો ગુણ કહેવાય,
સામીછાતી ધરાવતો હું આ ઉભો છું.

જય નહિ તો પરાજય જો મને મળે,
તો વિરોની માફક મને મરવા દો.

જીવન રૂપી આ કથાનો હું નાયક છું,
મુશ્કેલીઓથી મને ભાગતા ન શિખવો.

- પરમાર રોનક

Gujarati Poem by પરમાર રોનક : 111856270

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now