🌹👌🏻👌🏻👌🏻💕👌🏻👌🏻👌🏻🌹
*તમે ક્યાંય એવું સાંભળ્યું છે…?*
કે દિકરાના જન્મની વધામણીમાં એવું બોલ્યું હોય કે અમારે ત્યાં વિષ્ણુ પધાર્યા…!

*તમે ક્યાંય એવું સાંભળ્યું છે..?*
કે ફલાણાએ રાંદલ તેડ્યા એમાં સાત કે ચૌદ છોકરાઓને ગોયણા કર્યા હોય…!

*તમે ક્યાંય એવું સાંભળ્યું છે…?*
કે ફલાણાએ દિકરીના સગપણ પછી જમાઈને કંકુ પગલા કરવા તેડાવ્યો હોય…!

*તમે ક્યાંય એવું સાંભળ્યું છે…?*
કે નવા મકાન કે ઓફીસમાં જતા પહેલા દિકરાના હાથે કુંભ ઘડો મુકાવ્યો હોય…!

*તમે ક્યાંય એવું સાંભળ્યું છે…?*
કે દિકરો બે ઘર ઉજાળે; એક બાપનું અને બીજુ સસરાનું…!

*તમે ક્યાંય એવું સાંભળ્યું છે…?*
કે ખેડુ ગાડુ જોડી વાવણી કરવા જતા સામે જણ મળ્યો અને શુકન સમજી રૂપિયો સોપારી એના હાથમાં દીધા…!

*તમે ક્યાંય એવું સાંભળ્યું છે…?*
કે વાસ્તુ પૂજન વખતે ગોર મહારાજે નવા મકાનના રસોડામાં પાંચ દીકરાઓને પહેલું ભોજન કરાવવા કહ્યું હોય…!

*બધી જગ્યાએ પહેલા દિકરી જ કેમ…?*
કંઈક તો સત્ હશે જ..!
માટે જે ઘરમાં દિકરો ના હોય.
અને
દીકરીઓ જ હોય એમણે ક્યારેય અફસોસ ના કરવો.
*તમે તો સાક્ષાત્ લશ્મીજીના મા-બાપ છો; તમારું ધ્યાન તો એના ધણી નારાયણ રાખશે…!!!!*
🕉🙋🏻💕🌹🙏🏻

*🧑‍🚀દિકરી દેવો ભવ👩🏻‍⚖️*

Gujarati Motivational by Parmar Narvirsinh : 111854272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now