મન ચંચળ છે, એને ડર લાગે છે

વીરેન્દ્ર સેહવાગ કે જેમને પરિચયની તો કોઈ જરૂર નથી પણ ટુંકમાં એટલું જાણો કે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં બે વખત ૩૦૦+ અને ૩ વખત ૨૫૦+ રન મારનાર સૌથી સફળ ક્રિકેટર કહેવાય છે. એમને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે જ્યારે શોએબ અખ્તર કે જે તે સમયના સૌથી ઝડપી બોલર હતાં, એમને બોલિંગ નાંખે ત્યારે એમના મનમાં શું ચાલતું?

ત્યારે વીરેન્દ્ર સેહવાગનો જવાબ ખુબજ રસપ્રદ હતો. એમને કહેલું મારા મનમાં બીક તો લાગે જ, કે આ બોલર મારા શરીર પર ક્યાંક બોલ મારીને મારા કેરિયરને ખતરામાં મુકી શકે, પણ મારી બીકને મેં મારા મગજ અને મારી હિંમત પર હાવી થવા દીધા નથી. હું હમેંશા બેટિંગ વખતે કોક હિન્દી ગીત મનમાં ગાતો રહું અને કોક દિવસ એ ગીત મોઢે પણ આવી જાય. એ મને મારી બીકથી દૂર રાખે છે.

બોલો છે ને મજાની વાત. એક ખેલાડી કે જેણે દુનિયાના ઝડપી કે મધ્યમ બધા બોલરને બાઉન્ડરી પાર પહોંચાડ્યા હોય એણે પણ સ્વીકાર્યું છે કે બીક તો લાગે પણ એ બીકને તમારી કમજોરી નથી બનવા દેવી. મન ચંચળ છે, એ આવી દરેક વસ્તુ કે વિષયથી પ્રભાવિત થાય છે જે જીવનમાં અતિ મહત્વપૂર્ણ હોય છે. જેમ કે પ્રેમ, બીક, વાસના, લોભ, મોહ અને ઘણું બધું. એક વિવેકી અને જાતને ઓળખનાર વ્યક્તિને ખબર છે કે આ બધું એનું મન ક્યારે કરશે અને ક્યારે મનને તમે મનાવી શકો.

વીરેન્દ્ર સેહવાગને ખબર હતી કે બીક લાગશે, પણ એને એ પણ ખબર હતી કે વિશ્વમાં એના નામથી બોલરને બીક લાગે છે. તો એણે પોતાની બીકને ઉલ્લુ બનાવીને એને પોતે હિન્દી ગીતમાં વ્યસ્ત રાખ્યા અને પોતાના અનુભવ અને હિંમતનો ઉપયોગ કરીને સામે બોલરને બીકમાં નાંખી દીધા. છે ને મજાની વાત?

મન ચંચળ છે, પણ મગજને આપણી કાબેલિયત ખબર છે, આપણું અનુભવ અને હિંમત મગજને ખબર છે, મનનો ઉપયોગ લાગણી કે સંબંધોમાં કરાય પણ જ્યાં આપણે ખરેખર વ્યવસાયિક કાબેલિયત દેખાડવી છે ત્યાં મનને બીજે અટકાવી મગજ અને હિંમતનો ઉપયોગ કરવાથી લાભ થશે.

તમે મનને ઉલ્લુ બનાવો છો? કેવી રીતે?

મહેન્દ્ર શર્મા ૮.૧.૨૦૨૩

Gujarati Thought by Mahendra Sharma : 111853569

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now