અંધારું પામવા રાત થવું પડે
ઝેર પીવુ હોય તો મીરાં થવું પડે?

અંધકાર દૂર કરવા ઉદય થવું પડે
અનહદ પ્રેમમાં મિલન કરવું પડે?

જુદાઈ સહેવા આટલું ખમવુ પડે
દર્દ માપવા પ્રેમમાં જ પડવું પડે?

લાગણી ઘવાય તો રોવું પડે છે
કંઈક પામવા સુકુન મેલવું પડે છે?

મિલનના કોઈ અણસાર નથી
'ક્રિષ્વી' એકલા જ મરવું પડે

જીવવું છે તો શ્વાસ લેવો પડે
હવા તું છે, પણ બહુ દૂર છે....
હવે શું કરવું પડે?

-ક્રિષ્વી

Gujarati Poem by Krishvi : 111850730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now