રાધિકાને શ્યામ જોવા આવવાનો હતો અને ઘરમાં ગણગણાટ શરુ થઇ ગયો. "હે ભગવાન , ક્યારે નક્કી થશે રાધિકાનું? કંઈ જ ખબર પડતી નથી. કેટ કેટલા છોકરા જોવા આવ્યા રાધિકાને ? કોઈ " હા" પાડતું નથી. કોઈ સીધે સીધી ના પાડી દે છે તો કોઈ પછી જવાબ આપીશું એમ કહીને વાત ટાળી દે છે. " રાધિકાના મમ્મી પપ્પાની આ ચિંતા વ્યાજબી હતી. સાવ સામાન્ય ચેહરાને લીધે રાધિકાનું નક્કી થતું ન હતું. રાધિકાએ પણ નક્કી જ કરી દીધું હતું કે જો આ વખતે પોતાના લગ્નની વાત પાક્કી ન થઈ તો લગ્નનો વિચાર માંડી વાળી આગળ ભણવા વિદેશ જતા રહેવું. જ્યારે શ્યામ રાધિકાને જોવા આવ્યો ત્યારે મોસમે એનો મિજાજ બદલ્યો અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો. ક્યારનું ય આમથી તેમ ડોલતું રાધા કૃષ્ણ નું કેલેન્ડર રાધિકા અને શ્યામ પાસે પડ્યું જાણે સારા શુકન થયા અને શ્યામ અને રાધિકાના લગ્નની વાત આગળ વધી અને રાધિકા એ વિદેશ જવાનો વિચાર માંડી વાળ્યો.

Gujarati Whatsapp-Status by Vihad Raval : 111849944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now