લ્યો, કહી દઉં આપના માટેય વાહ,
હર ગમા ને અણગમા માટેય વાહ.

આપણે તો જાણીએ, બોલાય છે,
કોઈ શાયરના ભલા માટેય વાહ.

દર્દને પણ આવકાર્યું 'વાહ' કહી,
ને પછી એની દવા માટેય વાહ.

જે અદાથી 'વાહ' બોલે છે ને યાર!
તારી આ સુંદર અદા માટેય વાહ.

દાદ આપે ક્યારના બસ બે જણા,
બોલજો એ બે જણા માટેય વાહ.

હર જગાએ 'વાહ' ના શોભે કદી,
કોઈ માણસના ગુના માટેય વાહ?

સ્મિત દઈને માગી લીધી તેં વિદાય,
દોસ્ત! તારી આ કળા માટેય વાહ.

- કિરણસિંહ ચૌહાણ

Gujarati Shayri by Rakesh Thakkar : 111849689

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now