લાગે છે હવે મારી ઉંમર થઈ ગઈ
ઝડપ થી ચાલતા અને દોડતા મારા પગ હવે
ધીમે ધીમે અને સંભાળી ને ચાલે છે
અંધારા માં પણ સઘળું જોઈ શક નાર મારી આ આંખો ક્યારેક અજવાળા માં પણ જોવા હવે તકલીફ અનુભવે છે
બધા સ્વાદ ની શોખીન મારી આ જીભ હવે સ્વાદ કરતા વધુ આરોગ્ય નું વિચારે છે
આખી આખી રાત ના ઉજાગરા કરનાર શરીર હવે
સમય સર સુવા અને ઉઠવાના નિયમ પ્રમાણે ચાલે છે
રંગબેરંગી કપડાંઓ આજે પણ મને ગમે છે પણ મન હવે અમુક રંગો ને જ પંસદ કરે છે
શરીર ની કાળજી આપો આપ આ મન રાખતું થઈ ગયું છે
લાગે છે હવે મારી ઉંમર થઈ ગઈ છે
શું થયું થઈ ગઈ ઉંમર મારી તો પણ હું જીવન ને તેના અંત સુધી એને એજ આનંદ થી જીવી લઈશ હું
હું મારી જિંદગી ની દરેક ક્ષણ વીતે એ પહેલા એને હું પુરેપુરી જીવી લઈશ હું મારી આ જિંદગી ની દરેક પળો ને હું આનંદ અને ઉત્સાહ થી જીવી લઈશ હું
મૃત્યુ ની રાહ માં નહીં પણ જિંદગી ની ચાહ માં હું જીવનને જીવી લઈશ હું
મારી ઉંમર ને પણ ભૂલી જીવન ને નવી જ રીત થી હવે એને જીવી લઈશ હું
મારી ઉંમર ને પણ ભૂલી ને જીવન જીવી લઈશ હું
હેતલ. જોષી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111846978

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now