પ્રેમ હોય એની સાથે લગ્ન થાય એ જરૂરી થોડી છે?







પાછલા કેટલાક દિવસથી એક વાક્ય રીપીટ મોડ પર સાંભળવા મળી રહ્યું છે "પ્રેમ કરીએ તેની સાથે લગ્ન થાય જ એવું જરૂરી થોડી છે?"આ એક વાક્ય પાછલા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા પર સાંભળવા મળી રહ્યું છે.આને ત્યાગ કહેવો કે છટકબારી એ મને નથી સમજાતું.આજના મોટાભાગના લોકો,આ પરિસ્થતિ માંથી પસાર થઈ ગયા હશે એટલે એ તમામ લોકો આ વાક્ય સાથે સહમત હશે જ કે પ્રેમ લાગણી છે અહેસાસ છે તેના માટે સાથે રહેવું કે લગ્ન કરવા એ જરૂરી નથી જ.તમે જેને પ્રેમ કરતા હોય એની સાથે લગ્ન ન થવાથી બંનેનો પ્રેમ સાચો ન હતો એવું સાબિત નથી થતું.બંનેના મનમાં એકબીજા માટેનો પ્રેમ હમેશા અકબંધ જ રહેવાનો કારણ કે એ લાગણી છે અને લાગણી ક્યારેય મરતી નથી એ મીઠી કે કડવી યાદ બનીને હમેશા સાથે રહેતી હોય છે.



આ વાત એક રીતે સાચી પણ છે.પરિસ્થતિ પર કોઈનું જોર ના ચાલે લગ્ન કરવાની ઈચ્છા હોય પરંતુ મોડર્ન યુગમાં પૈસા,ધર્મ, સમાજ બધા આગળ હાર મળે અને લગ્ન ન કરી શકાય તો એનો મતલબ એવો નથી કે પ્રેમ નહોતો. પણ આ વાક્ય આજકાલ જેટલી સરળતાથી બોલાય રહ્યું છે એ જોતા આ વાક્યમાં ત્યાગ ઓછો અને છટકબારી જેવો ભાવ વધુ હોય એવું માને લાગી રહ્યું છે.સંબંધ શરૂ થતા પહેલા જ મનમાં એક વાત નક્કી કરીને રાખવામાં આવે કે લગ્ન ન થાય તો પણ વાંધો નહિ.શું આ ખોટું ન કહેવાય?દરેક વ્યક્તિને ખબર જ હોય કે પરિવાર એટલી સરળતાથી એકવારમાં નહિ જ માને એ સ્થતિમાં માત્ર એક બે પ્રયત્નો પછી હાર માની લેવી એ ખોટું નથી?



આજકાલ આ વાક્ય ખોટી રીતે પણ વપરાય સામેવાળી વ્યક્તિ નો ઈરાદો જ ન હોય લગ્ન કરવાનો એ છોકરી હોય કે છોકરો ઘરે વાત કર્યા વિના જ એમ કહી દે કે પરિવાર નહિ માને એવું પણ બને.લગ્ન થવા ન થવા એ પછીની વાત છે પરંતુ કોઈ કારણ વિના કે ગમતા વ્યક્તિ માટે લડ્યા વિના જ એવું કહેવું કે પ્રેમ કરતા હોય એની સાથે લગ્ન થાય જ એવું જરૂરી નથી આ શું ખોટું નથી?



શ્રીકૃષ્ણ અને રાધાનું ઉદહરણ આપી વાક્યની સત્યતા સાબિત કરવા પ્રયત્ન ન કરવો.અહી સામાન્ય લોકો આજકાલ જે રીતે આ વાક્યનો ઉપયોગ કરી રહ્યા છે એ અંગે વાત છે ભગવાન અંગે નહિ.



-divyamodh

Gujarati Blog by Divya Modh : 111842870

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now