પળવાર માં આ શું કરી ગયો
કેમ કાળ પણ વેરી બની ગયો
ક્ષણો ખુશીઓની વીતતી હતી
પરિવાર સાથે આનંદ ચાલતો હતો
સેલ્ફી અને ફોટાઓ પાડી રહયા હતા
આનંદ અને ખુશીઓની પળો લોકો માણી રહયા હતા
તો શું થયું આ કાળ ને જે લોકો પર વરસી ગયો
ખુશીઓની ક્ષણો એ માતમ માં ફેરવી ગયો
ભરખી ગયો સહુને એ પળવાર માં
એતો મોતનો આંતક પળવાર માં મચાવી ગયો
થયા ઘણા પરિવાર વિખુટા અહીં
વિખેરાઈ ગયા કંઈક માનવી ના માળા અહીં
શોધે નહીં જડે એ હવે એતો પ્રભુ શરણે થઈ ગયા
વાંક કાળ બનેલા કુદરતનો કે માનવી નો
જે હોય તે પણ આજે ઘણા પરિવાર વિખેરાઈ ગયા
રાહ જોઈ રહેલા બાળકો માતા -પિતા થી વિખુટા થઈ ગયા
ઘણા પરિવાર દિપક પણ બુઝાઈ ગયા
આપી જખ્મો જીવન ભર ના કાળ હવે કેમ શાંત થઈ ગયો
રહીગઈ બસ એ ચીસો કાન માં સદાય ને માટે અને એક ખોટ જીવન ભર માટે એ દઈગયો
આ કાળ પણ કેવો વેરી થઈ ગયો પળવાર માં આ શું કરી ગયો
કેમ કાળ પણ વેરી બની ગયો
હેતલ. જોષી... રાજકોટ
ૐ શાંતિ 🙏🙏🙏પ્રભુ દિવગત આત્માને શાંતિ આપે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના 🙏🙏😞😞😔😔💐💐

Gujarati Poem by Hetaljoshi : 111841281

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now