શરમસાર થઈ ગયો કેમ કોઈ સંબંધ એક આજે
એક બાપ જ દીકરી માટે કેમ આટલો ક્રૂર થઈ ગયો આજે
પરી કહેવાતી જે દીકરી એ કેમ કોઈ વિધિ ની જે વસ્તુ બની ગઈ આજે
ધન અને પુત્ર માટે તો એ કેમ હોમાઈ ગઈ આજે
વળગાડ દીકરી ને નહીં પિતા ને લાગે છે
જે કોઈ અંધશ્રદ્ધા નો શિકાર લાગે છે
ફૂલ સમી દીકરી ની ક્રૂર હત્યા કરી એ કેમ વિચલિત ન થયો
શું બાપ અને દીકરીનો એ અમૂલ્ય સંબંધ આજે કોઈ વિધિ ના નામે ભેટ ચડી ગયો આજે
શું કહેવું આજે આ માનવી ને લોભ અને લાલચ માં કેમ આટલો વંશ થઈ ગયો આજે
પુત્ર ની લાલચ માં બાપ કેમ અંધ બની ગયો આજે
અવિશમણીય ઘટના બની જે આજે
બોધ પાઠ લઈ સમજે જો આ માનવી
એ જ શીખ આપી ગઈ આજે આ દીકરી
હેતલ.જોષી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111838063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now