સમજદાર વ્યક્તિની સમજદારી ખર્ચાય ગઈ...
તે લીધી પરીક્ષાઓ ને આ જિંદગી સમજાય ગઈ...
કેટકેટલા વસિયતમાં હસ્તાક્ષર કરવા મથતો માણસ...
તે દસ્તાવેજ દેખડ્યોને બાઝી પલટાઈ ગઈ ...
સહેલું ઘણું હતું અઘરું આપણી આદત બનતી ગઈ...
સીધા રસ્તે પણ ચાલ વાંકીચૂકી થતી ગઈ...
બધું જ મળવા છતાં તૃષ્ણા ના ઓછી થઈ...
સમય ચલ્યોને તૃપ્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ...
હવે તો થાય ચમત્કાર હૃદયમાં તો જ શાંતિ મળે...
બાકી.શાંતિની શોધમાં આખી માણસાઈ ખર્ચાઈ ગઈ ...

-Tru...

Gujarati Poem by Tru... : 111832826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now