પરોઢે પંખીઓના ટોળામાં ગોતું, તો સુરખાબ,
પૂછતી નથી જે સવાલ, એનો એ જવાબ.
ઘટાદાર જંગલોમાં, એ કુણું પર્ણ,
ભીંસાએલ ખૂણામાં નજર એક નાખું, તો એ કર્ણ.
દૂર ફેલાયેલ ગુલાબની વાડીએ, જાણે મોગરો,
કાટથી જકડાયેલી ઉદાસ બારીનો, એ મિજાગરો.
ઉતાર ચડાવની કપરી કેડીએ સમથળ,
હાથ જરાક લંબાવું, તો અઢળક.
કેમ ? શાને ? સમજાય નહીં એવું, ઠંડુ એ હાસ્ય,
મધદરિયાના વમળે વહેતુ, હુંફાળું રહસ્ય.
ધ્રુજતાં મારા હાથમાં, જાણે આકાશ,
દાવાનળ ભર્યા શહેરમાં, પડખે અવકાશ.

નામ તને આપવા બેસું, તો ફક્ત "તું", Nidhi
બીજું કોઈ નામ, તને આપવું મારે શું ?
નામ થકી વિખેરવા, આ સંબંધ શા માટે ?
અનામી આ લાગણીને, હૃદયે રાખીશને તું ?
બોલ ને... સુખ-દુઃખના આંસુ મારા, ચાખીશને તું ?
આ ભવની મુસાફરીએ, સાથે ચાલીશને તું ?
વધતાં મારા પ્રેમથી, બમણો કરીશને તું ? Nidhi
પ્રસ્તાવ છે આ પ્રીતનો, હામી ભરીશને તું ???

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111823655
Kamlesh 2 years ago

એકથી એક ચઢિયાતી ઉત્કૃષ્ટ રચનાઓ નિધિજી...

Kamlesh 2 years ago

અદ્દભુત્‌ રચના જૈભાઇ...

Kamlesh 2 years ago

ખુબ સુંદર રચના નિધિજી...

Jay _fire_feelings_ 2 years ago

આપે સુરખાબ, આજ એક અવર્ણીય જવાબ,, લાલ રંગનું સજાવ પણૅ, 🌹તારાં કણૅની પાસે,, મિજાગ્રે મૂક મોગરો, સમથળ ઠંડુ હાસ્ય થશે અઢળક,, સમજાશે રહસ્ય, દાવાનળમાં ક્યાં બચ્યું અવકાશ આકાશે,, નામ મારું જૈ, નાં જોઈએ મુને ક્યારેય બીજું કૈ, અનામી સંબંધમાંએ લાગણી મુને અદ્ભૂત મળી જાશે,, કહું છું,,, સુખ-દુઃખનાં અશ્રુની ગઠરી લઈશ મારાં ખભે,, આપોઆપ સફર સુંદર અને પ્રેમાળ બની જાશે,, સહજતાથી શણગારું જો આ સવાલો નો જવાબ,, ‌તો માત્ર એક "હાં" અક્ષરમાં આખુ વિશ્વ ભળી જાશે..!!!

Jay _fire_feelings_ 2 years ago

વાહ,, રમણીય,, 👌👌

shekhar kharadi Idriya 2 years ago

अनुपम कृति / अत्यंत मार्मिक रचना....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now