'કડવું સત્ય'


પ્રેમ ક્યાં કોઈને એમ જ થાય છે
આંખથી આંખ મળેને મનથી મન
સંભાળ રાખે એકમેકની હર પળ
અંતે કહે યાર! મારું દિલ ચોરાઈ ગયું

એ લાગણીને વધતા ક્યાં વાર લાગે
બે પરિવારે ભળીને કરી દીધા લગન
શરૂઆત તો સારી સમય વિત્યે પતન
અમે-તમે કરતા હવે હું ને તું થઈ ગયું

સાસુ-સસરાને પહેલા તો ખૂબ સાચવ્યા
માં-બાપ સમાન ને કર્યું એમનું જતન
વહુ તો અમારી છે જાણે દીકરી સમાન
અરમાન એક એનું એકદિવસ બાકી રહી ગયું

હેત ઘટયું ને તકલીફ હવે વધતી ગઈ
ખૂણામાં પડ્યા પછી હડધૂત કરતી ગઈ
રડતા રહી મનમાં દુઃખી થતા વિતે જીવન
માં-બાપનું હવે ડોસા-ડોસી થઈ ગયું

નથી કાયમ રહેવાનું આવું સુંદર શરીર
તું પણ એક દિવસ યાદ કરીશ આ રટણ
આજે મારો તો ક્યારેક આવશે તારો વારો
આશિષ વચનનું જાણે શ્રાપ થઈ વહી ગયું

પ્રેમની જગ્યાએ હવે ધીમે ધીમે વધી નફરત
ગુસ્સો વધ્યો ને ન થયું આ બધું સહન
જે હેતથી સાચવતો તેણે જ ઉપાડ્યો હાથ
પ્રેમીઓ અલગ થયા ને ન થવાનું થઇ ગયું

માવતર તો ભગવાનથી યે મહાન ગણાય
જ્યારે માવતર ક્યારેય કમાવતર ન થાય
આપણાથી આપણી ફરજ કેમ ભુલાય
જાણે કોણ આવું આ કડવું સત્ય કહી ગયું

Gujarati Poem by Kamejaliya Dipak : 111821063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now