લીલુડી ધરતી ભીંજવતી ઝરમર,
જાદુગર કેવી તારી જાદુની રમત.....
સુકી ડાળી ન રાખે એના પાન,
નવ જીવન આપે જાદુગર કમાલ....
નદીના વહેણ બદલે પર્વતની ચાલ,
તારા સીવાય કોણ આપે જવાબ....
સુરજ પ્રભાતને ચમકે રાતે ચાંદ,
સમય નક્કી છે ન ચાલે કરામાત....
જન્મ મરણ છે પરમાત્માને હાથ,
જાદુ નહીં તો છે શું એ બીજી વાત.....
કરીલે કેટલીય માણસ ખુરાપાત,
પાને હલે નહીં ન લાગે કંઈ હાથ....
જીવન કઠપૂતળી દોરી એની પાસ,
રમાડે રમત સૌને એ બેઠો છે ક્યાં....
કોઈ તો કેહો એને જોયો છે ક્યાંય.?
બેમીસાલ જાદુગર છે એ ભોલેનાથ,
જાદુ તારા જોય મારું મન લલચાય....
જીવું ધરાએ ત્યાં દર્શન બસ થાય,
ડુગરે શોધું તને શોધું મંદિરમાય.....
આંખ બંધ કરૂં ત્યાં તું મુજને દેખાય.......

🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍️ ડોલી મોદી'ઊર્જા'
21/7/2022

Gujarati Poem by DOLI MODI..URJA : 111820473

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now