શીર્ષક - "એક છત્રી નીચે"

હું અહીં, તું તહીં કેવી વસમી હતી એ દૂરી?
એમાં ને એમાં વાત રહી ગઇ હતી અધૂરી;

ભીંજાયાં વિના પાસે કેમ આવવું વરસાદમાં?
વાત કરવા પણ નજદીક આવવું હતું જરૂરી;

ધન્યવાદ જેટલો કરું તારો ઓછો છે મેઘા,
પડખે આવવાની ઇચ્છા છત્રીએ કરી પૂરી;

ખુલ્લીને વાત તું કહે, થોડું હુંય દિલ ખોલું!
તારા મારા વચ્ચે હવે ના રહે કોઈ મજબૂરી;

શિકાયત હશે ઘણીય એકબીજાથી "વ્યોમ"
ભૂલીને એ બધું ચાલ જિંદગી કરીએ મધુરી;


...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111819386

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now