ધરતીની વાયુમાં વહેતી થઈ,
મોંઘી એવી મદમાતી સુગંધ.
શ્વાસમાં ભળે ને હસી ઉઠે આંખ.

આભેથી ઉતર્યાં શીતળ જળ,
નીલાશ જાણે, લીલાશ બની!
મૃદુ છાંટ ભીંજવવા આવી,

કોરાં કેમ રહીએ ગોરાંદે !
પહેરણ અમારું ને પાલવ તમારો,
તનમન ભેળાં પલાળીએ !

શાણપણને છેટે વળાવીને
ઉમરમાં મસ્તી ઉમેરીએ.
રંગ ને સુગંધનો મેળાપ એને,
અવસર જાણીને ઉજવીએ.
--વર્ષા શાહ.

Gujarati Romance by Varsha Shah : 111819114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now