શીર્ષક - "સાસરે જતી દીકરીના પિતાની વ્યથા"

તું મારા શ્વાસ, તનથી જૂદાં કેમ કરું?
તું જ કહે દિકરી કે તને વિદા કેમ કરું?

રીત છે સમાજની નિભાવવી તો પડશે,
પણ, ધબકારને દિલથી નોંખા કેમ કરું?

કાળજાનો કટકો નૈ પણ કાળજું છે તું,
વિદાય આપી હૃદયના કટકા કેમ કરું?

ભારી છે દિલ ને અશ્રુઓ છે આંખોમાં,
કહે, લાડલી તને વિદા હસતાં કેમ કરું?

પારકી થાપણ કહે ભલેને દુનિયા સારી,
આ ઘરથી દૂર હું ઘરની છાયા કેમ કરું?

તારા થકી છે અંજવાળા મારા જીવનમાં,
તને વિદાય આપી હવે અંધારાં કેમ કરું?

શાસ્ત્રમાં કહ્યું છે તો કન્યાદાન આપીશું,
ઋષિઓના લખેલ લેખને ખોટાં કેમ કરું?

સાસરીએ જઈને આબરૂ વધારજે કુળની!
આપીને આર્શીવાદ, એ દુઆ ના કેમ કરું?

"વ્યોમ" થી વિશાળ રહે તમારું લગ્નજીવન,
ઈશ્વરને હાથ જોડીને હું પ્રાર્થના એમ કરું!


...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111818925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now