અંધત્વ ભક્તિનું જોવો ગુરુમાં મળે આસારામ,
ધંધો ચાલે છે લૂંટવાનો બદનામ છે ગુરુકુળધામ.


એમની વાતોમાં વૈરાગ્ય અને બ્રહ્મચર્ય છે ભરપૂર,
મળો એકાંતમાં તો જોવા મળે તમને વિકાર, કામ.

એક છે રામ રહીમ ખુદને કહે છે મોટો ભગવાન,
સાંજ થાયને રંગીન બની જાય હાથમાં હોઈ જામ.

ઢોંગી રામપાલને પકડવો બન્યો હતો ખૂબ મુશ્કેલ,
હાથમાં રાખે બંદૂક ગેરકાનૂની મોઢામાં હોઈ રામ.

સામેથી નાચતી નાચતી ચાલી આવે રાધે માઁ નામ,
પૈસાવાળા ને ભોરવી પૈસા કાઢે, તેનું આ છે કામ.

એક હતો નિત્યાનંદ કરતો હતો મોટા મોટા છળ તે,
ભાગી ગયો દેશ છોડી, કર્યું સંતનું નામ તેને બદનામ.

મનોજ કહે આ દિવસે, ન કરો પાંખડી લોકોને ગુરુ,
દેખાવે વૈરાગી લાગે, સોનાના સિંહાસને થાય શામ.

મનોજ સંતોકી માનસ

Gujarati Poem by Sangita Behal : 111818651

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now