શીર્ષક - "છેલ્લી આશ લઈને બેઠો છું"


આંખોમાં હું ભીનાશ લઈને બેઠો છું;
કહો કે દિલ પણ ઉદાસ લઈને બેઠો છું;

ચોમેર ભલે છવાઈ હો ચાંદની પૂનમની,
અત્યારે ભીતરે અમાસ લઈને બેઠો છું;

કાયમ ચળકતું નસીબ ક્યાં મળે કોઈને?
એટલે, લલાટે કાળાશ લઈને બેઠો છું;

ભટકતો રહ્યો શોધવા સુખ સુકા રણમાં,
હર એક ઝાંઝવે પ્યાસ લઈને બેઠો છું;

કોઈ તો રાખશે કદમ હૃદયના તળાવમાં,
લાગણીના આરે લિલાશ લઈને બેઠો છું;

હે ઈશ્વર રસ્તો બતાવ જે તું મઝધારમાં,
ચારેબાજુ ફક્ત ખારાશ લઈને બેઠો છું;

એક તારા શરણમાં મળશે મને શાંતતા,
"વ્યોમ" એ છેલ્લી આશ લઈને બેઠો છું;

...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111817316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now