Tuesday, July 5, 2022, 9:13 PM, Umakant Mehta wrote:


ગઝલ :
છંદ : ગાગાગાગા ગાગાગાગા

સૂરજ ઊભો બારીએ છે
તમસ ઘરમાં છૂપાયો છે

ગગને મેઘો પથરાયા છે
વરસાદ તેમાં છૂપાયો છે

ફૂલો પર ભમરો ગુંજે છે
મધરસ તેમાં છૂપાયો છે

મૃત્યુ દ્વારે આવી ઊભું છે
પ્રાણ દેહમાં છૂપાયો છે

પથ લાંબો આયુ ઓછું છે
હરિવર તું ક્યાં છૂપાયો છે

રચના : ભરત સાંગાણી
🙏🏻

Gujarati Poem by Umakant : 111816913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now