કેનેડાના સામયિક ગુજરાત અસ્મિતા, જુલાઈ ૦૫, ૨૦૨૨ના અંકમાં પ્રકાશિત મારી રચના:
સંપાદક શ્રી સુધીરભાઈ સોમૈયા નો ખૂબ જ આભારી છું. 🙏🙏
Image બનાવવા બદલ શ્રી કૌશિકભાઈ શાહ નો પણ અત્યંત આભારી છું. 🙏🙏

નવરાશ ની પળો:
ટપાલમાં મળી એક કંકોત્રી કોરી નામ વગરની,
મયખાનામા મળી જાય જેમ સાકી જામ વગરની.

પ્રણયની દાસ્તાન હવે રહી નથી લખવા જેવી,
શરુઆત જ જેની થઈ હતી અંજામ વગરની.

હાર તો નક્કી જ હતી મારી યુદ્ધના મેદાનમાં,
સેના ઊભી કરી હતી શસ્ત્ર સરંજામ વગરની.

આશા તૂટી ગઈ હું ચાર જ કદમ ચાલ્યો ત્યાં,
યાત્રા શરુ કરી હતી મેં નિર્ધારેલ ધામ વગરની.

સરનામું શોધતા રહ્યા એ મારા જ ઘર-નગરનું,
ચીઠ્ઠી મોકલાવી હતી મેં મારા મુકામ વગરની.

ગઝલ લખવા બેસી ગયા નવરાશની પળોમાં,
જિંદગી રહી ગઈ ‘મુકેશ’ હવે કોઈ કામ વગરની.

-મુકેશ પરીખ.

Gujarati Shayri by Umakant : 111816906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now