ચકલીએ આજ ભર્યું ચોમાસું ચાંચમાં!

ગુસ્સામાં વઢીને કહે ચકલાને
નાચવાનું બંધ કર તું કાચમાં
ચકલીએ આજ ભર્યું ચોમાસું ચાંચમાં!

એક એક તણખલું પગે ઉપાડી
બીજું તે ઝાડવાની ખાંચમાં
ચકલીએ આજ ભર્યું ચોમાસું ચાંચમાં!

મારું માન્યું નહીં કશું કોઈ દિન
ફસાઈ ગયો કાગડાની લાંચમાં
ચકલીએ આજ ભર્યું ચોમાસું ચાંચમાં!

કહી કહીને હું તો થાકી રે ગઈ
હવે તારું ભાષણ તું વાંચ મા
ચકલીએ આજ ભર્યું ચોમાસું ચાંચમાં!

કોઇ'દી વાંકો વળ્યો નથી ને
તોયે પૂછાયો છે તું પાંચમાં
ચકલીએ આજ ભર્યું ચોમાસું ચાંચમાં!

નિખિતા ઘાડીયા
👌

Gujarati Poem by Umakant : 111816857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now