તને બેસાડું રથમાં વ્હાલા,
સાથે બેન ને ભાઈ પણ,
મળવા જાય તું નગર જનોને,
આપે પ્રેમ પ્રસાદ પણ,
મામાને ઘેર રાત રોકાયા,
પરત ફર્યા નીજ ધામ પણ,
દર્શન અદ્ભૂત ભક્તોએ કર્યા,
કર્યા ભવાનાં બેડા પાર પણ,
પુરી હોય કે અમદાવાદ,
સુરત હોય કે દ્વારકા પણ,
દરેક મનમાં વસ્તી તારી,
તુંજ અમારો ઉદ્ધારક પણ,
ભજીએ મનથી તુજને વ્હાલા,
કરીએ અનેરો પ્રેમ પણ,
વ્હાલ વરસાવે તું અમપર,
ને નીકળે મળવા રથયાત્રાને બહાને પણ.

B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111815937

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now