મારી રચનાને તૃતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયક શ્રી સુનીલ કઠવિડિયાજી "અમર" નો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏 તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
સર્વે વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન 💐 💐 💐 💐 💐
ગુજરાતી રસધારા (પદ્ય)
શબ્દ - *આભ*
શીર્ષક - "તો...આવજે"

યાદ જો મારી વરતાય તો આવજે;
તૂટીને ક્યારેક વિખરાય તો આવજે;

દિલ તોડવું લાગ્યું હશે તમને સહેલું,
દિલ તૂટે શું થાય જણાય તો આવજે;

ઊગતો સૂરજ પણ અસ્ત તો થાય છે,
એ વાત જો તને સમજાય તો આવજે;

આજ પણ ઊભો છું એ જ રાહમાં હું,
એ રાહ જો તારાથી પરખાય તો આવજે;

સપનાં કોઈના તોડીને કેમ રહી શકે ખુશ,
કોઈ સપનું દિલમાં ચિતરાય તો આવજે;

ઝગમગાતા સિતારાથી અખંડ છે "વ્યોમ"
આભથી તૂટેલા તારે મંગાય તો આવજે;


...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111814951

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now