" *અભિપ્રાય* "
ઉનાળાના દિવસો હતા. ખૂબ ગરમી હતી. ચાલીને જઈ રહેલા એક ભાઈ મોટું ઝાડ જોઈને થોડીક વાર છાંયો ખાવા ઊભો રહ્યો. સામેના ઘરમાંથી એક બારી ખૂલી અને પૂછ્યું કે, પાણી પીવું છે? પેલા માણસે હા પાડી. સામેથી જવાબ મળ્યો કે, હું હમણાં લઇને આવું છું. પેલા માણસને વિચાર આવ્યો કે, કેવો સારો માણસ છે, પાણીનું પૂછે છે! ઘણો સમય થઇ ગયો તો પણ એ માણસ પાણી લઇને ન આવ્યો. પેલા માણસનો અભિપ્રાય ઘડીકમાં બદલાઈ ગયો. કેવો માણસ છે? પાણીનું પૂછીને પાણી પીવડાવવા પણ નથી આવતો! થોડી વાર પછી પેલો માણસ હાથમાં જગ લઇને આવ્યો. તેણે કહ્યું કે, માફ કરજો, મને થોડી વાર લાગી, હકીકતે મને એમ થયું કે, બહુ ગરમી છે એટલે તમારા માટે પાણીને બદલે સરબત લાવું. સરબતનું નામ સાંભળીને પેલા માણસનો અભિપ્રાય પાછો બદલાઈ ગયો. તેને થયું કે, આ તો ખરેખર સારો માણસ છે, મેં તો તેના વિશે કેવો નેગેટિવ વિચાર કરી લીધો હતો! એ માણસે ગ્લાસમાં સરબત આપ્યું. સરબત ચાખ્યું તો સાવ મોળું હતું! પેલા માણસનો અભિપ્રાય પાછો બદલાયો. કેવો માણસ છે, સરબતમાં ખાંડ તો છે જ નહીં! આવું સરબત કંઈ થોડું કોઇને પીવડાવાય? હજુ બીજો ઘૂંટડો ભર્યો ત્યાં તો સરબત લાવનાર માણસે કહ્યું કે, એક મિનિટ એક મિનિટ, હું સુગર તો સાવ ભૂલી જ ગયો, મને વિચાર આવેલો કે, તમને ક્યાંક સુગર હશે તો? એટલે હું સુગર ફ્રી અને ખાંડની પડીકી બંને લાવ્યો હતો? તમને શું ફાવશે? પેલા માણસનો અભિપ્રાય ફરીથી બદલાયો કે, આ માણસ તો હું ધારતો હતો એના કરતાં સાવ જુદો જ નીકળ્યો! એ માણસનો અભિપ્રાય થોડીક જ મિનિટોમાં કેટલી વખત બદલાયો? આ તો પારકા માણસની વાત છે, માણસ તો પોતાના લોકો માટે પણ જાતજાતની માન્યતાઓ બાંધી લેતો હોય છે.
કોઇક આપણું જરાકેય કંઇક ન કરે તો આપણે તરત જ એવું વિચારવા લાગીએ છીએ કે, હવે તેને મારામાં રસ રહ્યો નથી!

Gujarati Motivational by Mahesh Vegad : 111814815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now