"મહાન પિતા"
-----------------
જીવ આપીને જીવન ઘડનાર.
કેમ કરી ભુલાય ?

જાત ખર્ચીને મકાન આપે.
આરામદાયી જિંદગી બનાવે.
એને કેમ કરી ભુલાય ?

ભૂખ્યા કદી નહીં સુવાડે.
જેના શ્રમથી ઘરમાં.
અવનવા પકવાન રંધાય.
એ કેમ કરી ભુલાય ?

ટાઢ,તડકો સહી મૌન થઈ જાય.
સંતાનને આપે હર ઋતુનું રક્ષણ.
એ રક્ષક કેમ કરી ભુલાય?

"માં" જેના પગલે હરદમ ચાલે.
એ પરિવારનો પરમેશ્વર.
કેમ કરી ભુલાય ?

"માં"ચાલતાં શીખવે ઘૂંટણિયેથી પગભર.
પણ,પિતા તો પગભર.
ઊભો રહેતાં શીખવે જીવનભર.
એ પિતા કેમ કરી ભુલાય ?

પરિવારનું છત્ર છાયા કહેવાય.
એ "મહાન પિતા" કેમ કરી ભુલાય?

✍️ જયા.જાની.તળાજા."જીયા"

Gujarati Motivational by Jaya.Jani.Talaja.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now