લખ્યો છે પ્રભુ પત્ર તને
વાંચજે તારી ફુરસદે...
નથી કરી કોઈ માંગણી,
બસ એમ જ યાદ કરું તને...
વસ્યો છે તુ કણ કણમાં,
ક્યાં પહોંચાડુ પત્ર તને?
નથી લખ્યું એટલે જ
સરનામું તારું, લખ્યો
પત્ર સરનામા વગરનો...
સમજી જજે મારી ભાવનાઓ,
હું તું અને મારી તારા માટે ભક્તિ...
રહે છે તુ સદાય મારી સાથે,
હોય મારી સ્થિતી ગમે એ,
નથી એટલે જ કોઈ ફરીયાદ તને,
બસ, કરું છું એક યાચના તને,
સાંભળજે મને સદાય,
રાખજે તારી કૃપા દ્રષ્ટિ મારા પર,
આટલું જ લખ્યું છે મેં એ
સરનામા વગરનાં પત્રમાં...

#સુપ્રભાત

Gujarati Religious by Tr. Mrs. Snehal Jani : 111809888
Raj King Bhalala 2 years ago

https://www.matrubharti.com/book/19928343/king-of-stock-market

Shefali 2 years ago

ખૂબ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now