થાય છે સૂર્યોદય દરરોજ સવારે,
ઉગે છે સૂરજ એક જ દિશાએ...
શરુ કરે છે માનવી જિંદગીનો
એક નવો દિવસ,
માનીને આભાર પ્રભુનો કે
આપ્યો એક વધુ દિવસ જીવવાને...
દિવસનો સૂર્યોદય તો થઈ જાય છે,
ક્યારે થશે સમાજમાં જાગૃતિનો સૂર્યોદય?

શું હેરાન થશે મધ્યમવર્ગ આમ જ?
શું લૂંટાતી રહેશે સ્ત્રીની લાજ આમ જ?
શું હજુય હેરાન થશે વહુ દિકરાનાં જન્મ માટે?
શું હજુય હોમાતી રહેશે દિકરીઓ દહેજ માટે?
વેચાય છે કુમળી કળી જેવી દિકરીઓ,
ક્યારે બંધ થશે આવા વેપારો?

શા માટે દુશ્મન બન્યો છે માનવી જ માનવીનો?
શાને કરે છે દાવપેચ જીતવાને?
શું થાય છે સૂર્યોદય આ માટે?

😢😢😢

- સ્નેહલ જાની

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111808209
Tr. Mrs. Snehal Jani 2 years ago

आभार शेखरजी।

shekhar kharadi Idriya 2 years ago

वास्तविक प्रस्तुति

Tr. Mrs. Snehal Jani 2 years ago

સાચી વાત છે

Tr. Mrs. Snehal Jani 2 years ago

હા, ચોક્ક્સ. નહીં તો સગો બાપ દીકરીની લાજ ન લૂંટે

Usha Dattani 2 years ago

શું માણસાઈ પુરેપુરી ઘટી ગઈ છે????

Falguni Dost 2 years ago

✍🏻👌🏻👌🏻

Ash 2 years ago

દુનિયા માં પાપ બોવ વધે છે આવું થાસે આનો અંત નજીક આવી ગયો છે હવે એવું લાગે છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now