શીર્ષક - "કફનને સંભાળતાં ગયાં"

અરમાન ખૂદનાં અમે બાળતાં ગયાં;
જવાબદારીઓ વચ્ચે ટાળતાં ગયાં;

કોણ છે આપણું ને કોણ છે પરાયું?
લાગણીની ગળણીમાં ગાળતાં ગયાં;

સબંધો થયા ખાનગી નોકરી સમાન,
પરાણે તો પરાણેય નિભાવતાં ગયાં;

અમને ના મળી વફાદારી તો શું થયું?
એમની બેવફાઈને પણ ચાહતાં ગયાં;

ભીડમાં તો હસી લઈએ દોસ્તો સાથે,
ને એકલતામાં પોતાને મનાવતાં ગયાં;

અમે તો ગઝલ લખી'તી એમના સારું,
ને એ જૂઠી દાદ પણ ના આપતાં ગયાં;

જીવનના તે કેવા મોડ પર લાવી દીધા?
ના તો રડતાં ગયાં કે ના હસતાં ગયાં;

ડગમગાણાં કદમ મસાણમાં તો "વ્યોમ"
કબરની અંદર કફનને સંભાળતાં ગયાં;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111807277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now