ગુજરાતી રસધારા (પદ્ય)ગૃપમાં
મારી રચનાને તૃતીય વિજેતા હરોળમાં દ્વિતીય સ્થાન આપવા બદલ નિર્ણાયિકા આરતીબેન રામાણી "એન્જલ"જીનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર 🙏🙏 🙏

ગુજરાતી રસધારા પદ્ય
શબ્દ - "પ્રણય"
શિર્ષક - "વેદના-સંવેદનાનો સંગમ છે પ્રણય"
બંધારણ - અછાંદસ

અમારી જેમ કોઇ અહીંયાં બદનામ થાય નહીં;
થાય તો પણ સાવ આમ સરેઆમ થાય નહીં;

ખ્યાલોમાં કર્યો હતો મેં પડાવ એમના હૃદયમાં,
પણ, હવા પર કોઇનો પણ મુકામ થાય નહીં;

વેદના-સંવેદનાનો અજીબ છે સંગમ આ પ્રણય,
સ્પંદનો પર ખુલ્લેઆમ કોઇ ઇલ્જામ થાય નહીં;

પ્રણય કરવો છે સહેલો પણ નિભાવવો મુશ્કેલ,
બે-વજહ કોઇના હાથમાં આ જામ થાય નહીં;

કળા તો શીખી લીધી હરેકની ભૂલો માફ કરવાની,
લાગે છે હવે આ દિલનો સારો અંજામ થાય નહીં;

કોઇકે તો કરી હશે પ્રાર્થના મારા માટે જરૂર "વ્યોમ"
નહીંતો માંદગીમાં આમ મને તો વિરામ થાય નહીં;


...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111805616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now