દિકરીઓ સાસરે જશે,
ને દિકરાઓ થાશે એના સંસાર વાળા,
જીવનનાં અંતમાં તો રહેશું આપણે જ બે,

લડાઈ ઝગડા ને રિસામણા મનામણાં,
પ્રેમના દિવસો ને ફરિયાદોની રાતો,
વાગોળતા ડોશા થાશું આપણે જ બે,

ધ્રુજતા હાથે તું પાણી દઈશ મને,
હું લડખડાતા પગે પણ હાથ આપુ તને,
એ મીઠા સફરમાં હશું આપણે જ બે,

ત્યારે નહિ હોય ચટાકો નવી વાનગીઓ ખાવાનો,
બસ પ્રેમની ખીચડી સાથે કઢી હશે છપ્પન ભોગ,
એ સ્વાદના વખાણ કરતા રહિશું આપણે જ બે,

કેટલાંય તડકા ને જોયા કેટલાંય છાયડા,
પણ માણવા જીવનની યાદો સુવર્ણ,
છેલ્લે હોઈશું ફ્કત આપણે જ બે.

B+ve

Gujarati Blog by Krishna : 111805505

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now