શીર્ષક - "એ જણ મળે"

ચાહત નથી હવે કોઈ કે મને આખું જગ મળે;
બસ, ખ્વાહિશ છે એટલી કે એ આ ભવ મળે;

ભૂલાતો જાય છે સ્પર્શ એ જાણીતાં ટેરવાનો,
અજાણે હાથ મિલાવતાં જ ફરી એ જણ મળે;

બહુ થયું એનું આમ રોજરોજ સ્વપ્નમાં આવવું,
પરંતુ, સ્વપ્ન થાય પૂરું જો એ મને પ્રત્યક્ષ મળે;

વિધીનાં લેખ પર પણ થઇ જાય આજ વિશ્વાસ,
મુઠ્ઠી હું ખોલુંને હસ્તરેખામાં એ નામ લખલ મળે;

હું માંગલિક અને વસ્યો છે મંગળ મારી કુંડળીમાં,
રાત'દી માંગુ દુવા એની કુંડળીમાં પણ મંગળ મળે;

આજે પણ ભ્રમણ કરું છું એ આશે એની ગલીમાં,
કે એ કમાડ વાંહેથી "વ્યોમ" એની એક ઝલક મળે;


..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111805440

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now