માનું છું લાયક નથી તારા પર હક જતાવી શકું,
ના ક્યારેય તારા એકાંતમાં તને હું હસાવી શકું.

વિશ્વાસ બસ કર્યો ને મારા પર તે જે અઢળક,
બદલામાં હું બસ તારી વેદના બની સતાવી શકું.

હું જાણું છું નથી લાયક હું કોઈપણ સંબંધને,
અસ્ત ના પ્રબંધમાં હું બસ જિંદગી ટુંકાવી શકું.

કરીશ ફરિયાદ ઈશને કેમ આવો બનાવ્યો મને,
જીવંત ના કરી શક્યો બસ અંધારું બનાવી શકું.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111805376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now