ગુજરાતી રસધારા (પદ્ય)ગૃપમાં
મારી રચનાને તૃતીય વિજેતા હરોળમાં પ્રથમ સ્થાન આપવા બદલ નિર્ણાયિકા વંદનાબેન બ્રહ્મભટ્ટ "નેહ" જીનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર 🙏🙏 🙏

ગુજરાતી રસધારા (પદ્ય)
શબ્દ - "ઝલક"
શિર્ષક - "એક ઝલક દર્પણ લઈને આવે છે"
બંધારણ - અછાંદસ

મહક એમની, પવન લઈને આવે છે;
ઝલક એમની, દર્પણ લઈને આવે છે;

એમનું સ્મરણ, જ્યાં આંજયું આંખે,
પલક ઝુકેલી, દર્શન લઈને આવે છે;

આંગળીના ટેરવે રહે સ્પંદન એમના,
ખનક મધુરી, કંગન લઈને આવે છે;

હૃદયમાં છે ભાવના, એવી એમની કે,
ખટક દિલની, ધડકન લઈને આવે છે;

"વ્યોમ" પર ચાંદને, જ્યારે જોઉં છું,
ચમક અનેરી, કવન લઈને આવે છે;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111804475
Varsha Shah 2 years ago

અભિનંદન!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now