શિર્ષક - "વિતેલા વર્ષો વાગોળીયે"


ચાલ દોસ્ત વિતેલાં વર્ષો વાગોળીયે;
છે વધ્યો ઘટ્યો સમય સાથે ગાળીયે;

જવાબદારીઓમાં ગરકાવ તું ને હું,
છતાં ચાલ થોડું દિલનું સાંભળીએ;

બની જાઇએ તું ને હું એક બાળક,
સાંચવીને એ બાળપણ ઢંઢોળીએ;

ઝાંખા અક્ષરોનાં એ પીળા કાગળને,
સળ ના ટૂટે એમ આપણે ખોલીએ;

વાંચતાં વાંચતાં ભરાઈ જશે આંખો,
પરંતુ, કઠણ મને આગળ વધારીએ;

વિતેલી એ ખુશનુમા નિર્દોષ યાદોમાં,
ધીરેથી હું ને તું એક સાથે ઓગળીએ;

વહેતા સમયનાં આ પ્રવાહમાં "વ્યોમ"
પ્રતિબિંબ બાળપણનું ફરી ખોળીએ;


...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે. - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111804074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now