શિર્ષક - "આ દિલ ક્યાંય લાગશે નહીં"

તારાથી વિખૂટા પડી, આ દિલ ક્યાંય લાગશે નહીં;
જુદા હો ભલે બે ઘડી, આ દિલ ક્યાંય લાગશે નહીં;

પાનખરમાં પણ રહેતી હતી લીલી તારી યાદો, પછી
વસંત ભલે જોડે કડી, આ દિલ ક્યાંય લાગશે નહીં;

ભીંજાઈ જતાં હતાં આપણે સ્નેહ ભરી શબનમમાંય,
હવે ભલે વરસે વાદળી, આ દિલ ક્યાંય લાગશે નહીં;

દુવામાં હું તને જ માંગું, ન તારા જેવું ન તારાથી સારું,
વેરણ થશે સાવનની ઝડી, આ દિલ ક્યાંય લાગશે નહીં;

પ્રેમનું વળગણ લાગ્યું હતું બંને તરફ એક સરખું જ,
દુનિયાય માનશે એક'દિ, આ દિલ ક્યાંય લાગશે નહીં;

નથી છોડવાનો હું હાથ કે સાથ સાતો જન્મ "વ્યોમ"
આપું છું કોલ તને અડી, આ દિલ ક્યાંય લાગશે નહીં;


..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111803644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now