શીર્ષક-"પડછાયો પણ સાથ છોડતો રહ્યો"

કલમ લઇને જિંદગીભર જેને નોંધતો રહ્યો;
એ શબ્દો સંગ અનુભવોને હું જોડતો રહ્યો;

પોતાનાએ ને સમયે આપ્યા ઘાવ એક સાથે,
સમજી નસીબનો તકાજો બસ દોડતો રહ્યો;

હાથ ધર્યો હતો અમે એ આપે આજ તાળી,
હાથતાળી દૈ એ ચાલ્યાં હું હાથ ઘોળતો રહ્યો;

સ્વજનો અને દુશ્મનોની તો વાત શું કરૂં હવે?
ખૂદ પડછાયો પણ સાથ મારો છોડતો રહ્યો;

જિંદગીએ લગાડી છે કંઇક ઠોકરો એવી કે,
વાંક છે એમાં કોનો એ જ હું શોધતો રહ્યો;

બનશે મારા જીવનના ઘડતરનો પાયો "વ્યોમ"
નિકળી મારી કબર જે કાગળમાં દોરતો રહ્યો;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111802934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now