ધન્ય ધરા ગુજરાતની,
થયાં કેટલાંય પાવન સંતો.
વખણાય જેનાં કાપડ દેશ વિદેશમાં,
ખાવાનાની તો પૂછો નહીં વાત...
ઘેલાં વિદેશીઓ ગુજરાતની કઢી પીવા,
બનતી જે અહીં ઘર ઘરમાં.
મીઠી બોલી ગુજરાતી,
આપે આવકાર મીઠો.
અપાવી આઝાદી બાપુએ,
કહેવાયા એ મહાત્મા,
હતા એ ય ગુજરાતી.
એક કર્યાં ભારતનાં રજવાડા,
કેમ ભૂલાય એ સરદારને?
થયાં અનેક સ્વાતંત્ર્ય વીરો અહીં,
કરું ચરણોમાં શત શત વંદન એમને🙏

સ્નેહલ જાની

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111802626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now